યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે ભારત સસ્તા ક્રુડની રશિયા પાસેથી ખરીદી કરી રહ્યું છે


By Nilesh Zinzuwadiya03, Apr 2023 04:33 PMgujaratijagran.com

ભારત ખરીદી કરી રહ્યું છે

યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે ભારત સસ્તા ક્રુડની રશિયા પાસેથી ખરીદી કરી રહ્યું છે. US તથા સહયોગીઓએ રશિયન ઓઈલ પર 60 ડોલરની મર્યાદા લાદેલી છે.

હવે જાપાને આ મર્યાદાથી શરૂ કરી ખરીદી

જાપાને એક વર્ષમાં રશિયાના કુદરતી ગેસની ખરીદી વધારી. G7 દેશમાં જાપાન જ એકમાત્ર દેશ છે કે જે યુક્રેનને ઘાતક હથિયાર આપતો નથી.

યુક્રેનને સમર્થન આપે છે

જાપાન તરફથી સતત કહેવામાં આવે છે કે તે યુક્રેનને સમર્થન આપવા પ્રતિબદ્ધ છે. જોકે જાપાન ઓઈલની જે ખરીદી કરવા માગે છે તે ખૂબ જ ઓછા પ્રમાણમાં છે, માટે અમેરિકા મંજૂરી આપે છે.

જાપાન શા માટે ખરીદે છે ઓઈલ

રશિયા પૂર્વોત્તર વિસ્તાર સખાલિન-2 પરિયોજના ચલાવે છે, જે તે સખાલિન દ્વીપ પર છે. જાપાનના અર્થતંત્ર, વ્યાપાર તથા ઉદ્યોગ મંત્રાલયના અધિકારીએ કહ્યું હતું કે અમે કુદરતી ગેસ સુધી પહોંચવા સુનિશ્ચિત છીએ

ભારતનું બાહ્ય દેવું 1.2 ટકા વધીને ડિસેમ્બરના અંતે 613.1 અબજ ડોલર હતું