એપ્રિલ મહિનામાં પેસેન્જર વ્હિકલનું જથ્થાબંધ વેચાણ 13 ટકા વધ્યું


By Nileshkumar Zinzuwadiya2023-05-12, 22:06 ISTgujaratijagran.com

ઘરેલુ વાહનોમાં વેચાણ વધ્યું

ઘરેલુ યાત્રીઓના વાહનોનું જથ્થાબંધ વેચાણ એપ્રિલ મહિનામાં વાર્ષિક ધોરણે 13 ટકા વધ્યું છે.

મારુતિ સુઝુકીનું વેચાણ વધ્યુ

એપ્રિલ,2023માં વેચાણ 3,31,278 યુનિટ હતું, જે એપ્રિલ 2022માં 2,93,303 યુનિટ નોંધાયું હતું. મારુતિ સુઝુકી ઈન્ડિયાએ 1,37,320 વાહનો ડીલર્સને મોકલ્યા હતા.

હ્યુન્ડાઈએ પણ સારા આંકડા રજૂ કર્યાં

હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાનું એપ્રિલ મહિના દરમિયાન વેચાણ 49,701 યુનિટ રહ્યું છે,જે એક વર્ષ અગાઉ 44,001 યુનિટ હતું.

સારા ચોમાસાની સારી અસરનો અંદાજ

ત્રણ ચક્રિય વાહનોનું વેચાણ વધીને 42,885 યુનિટ રહ્યું છે. આગામી ચોમાસામાં સારા વરસાદને લીધે આ ક્ષેત્રમાં સારી વૃદ્ધિ જળવાઈ રહે તેવી શક્યતા છે.

આમના શરીફે હોટ પોઝ આપીને ઇન્ટરનેટ પર આગ લગાવી