રોજ આ 2 યોગ આસન કરવાથી પગની જાંઘો થશે સ્લિમ અને ટ્રિમ


By Vanraj Dabhi10, Dec 2024 11:32 AMgujaratijagran.com

પગની જાંઘો

આજની ખરાબ જીવનશૈલીના કારણે વધતી સ્થૂળતા સમસ્યા માથાનો દૂખાવો બની ગઈ છે,જ્યારે જાંઘમાં ચરબી વધી જાય છે, ત્યારે ચાલવા, બેસવામાં અને કપડાં પસંદ કરવામાં ઘણી મુશ્કેલી થાય છે.

આ યોગ આસન કરો

આજે અમે તમને યોગના કેટલાક આસનો જણાવીશું, જેની મદદથી જાંઘની ચરબી ઓછી કરી શકશો.

ત્રિકોણાસન

દરરોજ ત્રિકોણાસન કરવાથી જાંઘની ચરબી ઓછી થાય છે, આ માટે તમે ફ્લોર પર સાદડી પાથરી તેની પર સીધા ઊભા રહો.

કેવી રીતે કરવું?

હવે બંને પગ વચ્ચે દોઢ ફૂટનું અંતર બનાવો અને હાથને બંને બાજુ ખભાની ઊંચાઈ સુધી ફેલાવો. આગળ, જમણી તરફ ઝુકાવો અને તમારા શરીરના ઉપલા ભાગને નીચે કરો.

આ સ્ટેપ ફોલો કરો

શરીરને એક તરફ નમાવ્યા પછી, જમણા હાથથી જમણા પગને સ્પર્શ કરો. હવે આ જ પ્રક્રિયાને ડાબી બાજુએ પુનરાવર્તિત કરો. દરરોજ 5 મિનિટ આ કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે.

જાડી જાંઘ પાતળી થઈ જશે

દરરોજ ત્રિકોણાસનનો અભ્યાસ કરવાથી શરીરના નીચેના ભાગમાં ચરબી ઓછી થાય છે. ઉપરાંત, તે જાંઘોને ટોન કરે છે.

ઉત્કટાસન

આ યોગ કરવા માટે સૌપ્રથમ જમીન પર ચટાઈ પાથરી અને સીધા ઊભા રહો, ત્યાર બાદ તમારા બંને હાથને ઉપરની તરફ ઉઠાવીને ઊંડો શ્વાસ લો.

કેવી રીતે કરવું?

હવે ધીમે ધીમે તમારા શરીરને ખુરશી પોઝમાં લઈ જાઓ. આ પછી, આ સ્થિતિને થોડી સેકંડ માટે પકડી રાખો અને પછી સામાન્ય સ્થિતિમાં પાછા આવો.

પેટ અને જાંઘની ચરબી ઓછી કરે છે

ઉત્કટાસનનો દરરોજ અભ્યાસ કરવાથી પગને મજબૂત બનાવવામાં મદદ મળે છે. ઉપરાંત, આ ધીમે ધીમે જાંઘ અને પેટની ચરબી ઘટાડે છે.

વાંચતા રહો

આ યોગના આસનો નિયમિત રીતે કરવાથી ફાયદો થઈ શકે છે. આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Paratha Recipes: આલુ છોડો શિયાળામાં પરાઠાની આ વેરાયટી જરૂર ટ્રાય કરી જુઓ, દૂર રહેશે અનેક બીમારી