શેરબજારે 551 પોઇન્ટ ગગડી 66 હજારની સપાટી ગુમાવી


By Nileshkumar Zinzuwadiya18, Oct 2023 04:16 PMgujaratijagran.com

વૈશ્વિક સંકેતો

પશ્ચિમ એશિયામાં ભારે તણાવભરી સ્થિતિ અને ભારતીય કંપનીઓના સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં પરિણામો વચ્ચે શેરબજારમાં 500 પોઇન્ટનો ઘટાડો થયો છે.

સેન્સેક્સ-નિફ્ટી ગગડ્યાં

30 શેરનો બનેલ BSE સેન્સેક્સ551 પોઇન્ટ ગગડી 66 હજાર નીચે કામકાજ કરતો હતો. જ્યારે નિફ્ટી 19.700 આસપાસ કામકાજ કરતો હતો.

ચીનના નબળા GDP આંકડા

મધ્ય પૂર્વમાં તણાવભરી સ્થિતિ બાદ બુધવારે સવારે એશિયાના બજારોમાંથી એકંદરે મિશ્ર સંકેત મળ્યા હતા. ચીન તરફથી નબળા GDPના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા.

વિશ્વ બજારો

જાપાન, દક્ષિણ કોરિયા, ચીનના મુખ્ય સૂચકાંકોમાં પણ એકંદરે ઘટાડો થયો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાના બજારમાં નફારૂપી વેચવાલી જોવા મળી હતી.

અમદાવાદની જોરદાર નવરાત્રી, જુઓ તસવીરો