હાલ અમદાવાદ સહિત દેશભરમાં ખૂબ જ ધામધૂમથી નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે.
અમદાવાદના 'હેરિટેજ' ગરબામાં ભારે સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા
અમદાવાદના સિંધુ ભવન રોડ સ્થિત આવેલા મેરિમેન્ટ પાર્ટી પ્લોટમાં કર્મ ગ્રુપ દ્વારા આ ગરબા યોજાય રહ્યા છે.
ત્રીજા નોરતે કર્મ ગ્રુપ દ્વારા આયોજિત 'હેરિટેજ' ગરબામાં ફિલ્મ 'યારિયાં 2'ની ટીમ પણ આવી પહોંચી હતી.
દિવ્યા ખોસલા કુમાર, મીઝાન જાફરી જેવા કલાકારો હાજર રહ્યા હતા. આ દરમિયાન તેઓ ગરબે ઘૂમ્યા હતા અને ગરબો પણ ગાયો હતો.
નવરાત્રીના ત્રીજા નોરતે પ્રહર વોરાએ ખેલૈયાઓને ગરબાની ધૂન પર નચાવ્યા હતા.
ગરબા ગ્રાઉન્ડ શણગાર પણ આકર્ષક હતો.
ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા હતા.