ચીનના અર્થતંત્રમાં આર્થિક વૃદ્ધિ ત્રીજા ત્રિમાસિક ગાળામાં ઘટીને 4.9 ટકા થયો


By Nileshkumar Zinzuwadiya18, Oct 2023 03:32 PMgujaratijagran.com

અનેક મોરચે ઘટાડો

માંગમાં ઘટાડો, મોંઘવારીમાં ઘટાડો અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં નરમ વલણ વચ્ચે ચીનના અર્થતંત્રમાં ત્રીજા ત્રિમાસિક ગાળામાં GDP ઘટીને 4.9 ટકા થયો છે.

6.3 ટકાથી ઘટી 4.9 ટકા

અધિકૃત માહિતી પ્રમાણે વિશ્વના બીજા ક્રમના બીજા સૌથી મોટા અર્થતંત્ર એવા ચીનમાં ત્રીજા ત્રિમાસિક ગાળામાં આર્થિક વિકાસ 4.9 ટકા રહ્યો છે,જે ગત વર્ષની સમાન અવધિમાં 6.3 ટકા હતો.

ચીન અર્થતંત્ર

એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં 0.8 ટકા વૃદ્ધિની તુલનામાં ત્રિમાસિક આધારે ચીનના અર્થતંત્રમાં 1.3 ટકા વૃદ્ધિ રહી છે.

સરકાર દ્વારા પગલાં

સરકારે તાજેતરના મહિનામાં અર્થતંત્રને ઉત્તેજન આપવા માટે અનેક નીતિગત સમર્થન આપતા પગલાં ભર્યાં છે. જેમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રને પુનર્જીવિત કરવાના પ્રયત્નમાં પાયાગત માળખા પાછળ ખર્ચ અને વ્યાજ દરોમાં ઘટાડો થયો છે.

ખાંડ નિકાસ અંગે મહત્વનો નિર્ણય, નિકાસ નિયંત્રણ 31 ઓક્ટોબર બાદ પણ જળવાશે