ખાંડ નિકાસ અંગે મહત્વનો નિર્ણય, નિકાસ નિયંત્રણ 31 ઓક્ટોબર બાદ પણ જળવાશે


By Nileshkumar Zinzuwadiya18, Oct 2023 03:17 PMgujaratijagran.com

નિયંત્રણોની મુદત લંબાવવામાં આવી

સરકારે ખાંડની નિકાસ પર નિયંત્રણ આ વર્ષે 31 ઓક્ટોબરથી આગળ વધારી દીધા છે. આ પગલાંનો ઉદ્દેશ તહેવારની સીઝન દરમિયાન ઘરેલુ બજારમાં ખાંડની વધારે સારી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની છે.

શરતોમાં કોઈ ફેરફાર નહીં

આ અગાઉ ખાંડની નિકાસ પર અંકુશ આ વર્ષે 31 ઓક્ટોબર સુધી લાદ્યા હતા. અલબત નવેસરથી લંબાવવામાં આવેલ નિયંત્રણોને લગતી શરતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી.

સૌથી મોટો ઉત્પાદક દેશ

ભારત વિશ્વમાં ખાંડનું સૌથી મોટો ઉત્પાદક દેશ તથા બીજા ક્રમનો સૌથી મોટો નિકાસકર્તા દેશ છે. નિયંત્રણ હેઠળની શ્રેણીમાં કોઈ પણ નિકાસકર્તાએ ખાંડની નિકાસ માટે સરકાર પાસેથી લાઈસન્સ અથવા તો મંજૂરી મેળવવાની જરૂર હોય છે.

સરકારની ચાંપતી નજર

સરકાર સમગ્ર દેશમાં ખાંડની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે. તેમાં ખાંડ ઉત્પાદન, ગ્રાહક, નિકાસ, જથ્થાબંધ તથા છૂટક બજારોમાં મૂલ્યને લગતા રુઝાનનો સમાવેશ થાય છે.

જીગ્નેશ બારોટે ભારે રમઝટ બોલાવી