તમારા દિવસની શરૂઆત તમારા શરીર અને માનસિક સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે. સવારમાં ઉઠવાનો સમય માત્ર એક આદત નથી, તે તમારા આરોગ્ય અને એનર્જી લેવલ વધારવા માટે ખૂબ જરૂરી છે. દરરોજ સૂર્યોદય પહેલાં ઉઠવું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે, તે વિશે જાણીએ.
સવારે 5 વાગ્યે ઉઠવું શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે આ સમય દરમિયાન તમારું એનર્જી લેવલ હાઈ હોય છે. આ એનર્જી લેવલ તમારા દિવસની શરૂઆતને તાજગીભર્યું બનાવે છે
રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યાની વચ્ચે 7-9 કલાક ઊંઘ મેળવવાથી શરીરને આરામ મળે છે, આ ઊંઘ આરોગ્યને અનુકૂળ છે અને શરીરના રિચાર્જ માટે જરૂરી છે.
મોડા ઊઠવાથી હાઈ બ્લડ પ્રેશર, ઓછી બ્લડ શુગર, અને સેરોટોનિન હોર્મોનની ઉણપ જેવી આરોગ્ય સમસ્યાઓ ઉભી કરી શકે છે. આમાં વિટામિન ડીની ઉણપ અને વધતા થાક, તણાવ જેવા લક્ષણોનો પણ સામનો કરી શકાય છે.
સમયસર ઊંઘવાથી અને પુરતી ઊંઘ લેવાથી સેરોટોનિન હોર્મોન અને અન્ય મહત્વપૂર્ણ હોર્મોનના સંતુલનમાં રહે છે. આ હોર્મોન તમારા મૂડ અને શારીરિક સ્વાસ્થ્યને સારુ રાખવામાં મદદ કરે છે.