રિઝર્વ બેંકે 10 વર્ષના બોન્ડ માટે કૂપન રેટ 7.18 ટકા નક્કી કર્યો


By Nileshkumar Zinzuwadiya11, Aug 2023 04:21 PMgujaratijagran.com

10 વર્ષના સરકારી બોન્ડ

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ 11મી ઓગસ્ટના રોજ સાપ્તાહિક બોન્ડ ઓક્શન બાદ વર્ષ 2023માં પાકતા 10 વર્ષના સરકારી બોન્ડ માટે 7.18 ટકા કૂપન દર નક્કી કરાયો છે.

બોન્ડ પર કુપન

કૂપન દર બજાર અપેક્ષા પ્રમાણે છે. મની માર્કેટ ડીલર્સે નવા બેંચમાર્ક બોન્ડ પર કૂપન 7.10 ટકા અને 7.20 ટકા વચ્ચે આંકવામાં આવેલ હતા.

રૂપિયા 14 હજાર કરોડ

રિઝર્વ બેંકે વર્ષ 2033માં રૂપિયા 14,000 કરોડની સંપૂર્ણ રકમને સ્વીકારી લીધી છે. RBIએ પ્રાથમિક ડીલર્સને ચુકવવા પાત્ર અંડરરાઈટિંગ કમીશન માટે કટ-ઓફ દર 7.60 ટકા GS 2028 પર 26 પૈસા, નવા માટે વર્ષ 2033 બોન્ડ પર 36 પૈસા નક્કી કરી છે.

બેંચમાર્ક બોન્ડ

વર્તમાન બેંચમાર્ક બોન્ડ 7.26 ટકા 2033 પર ઉપજ 7.1863 ટકા હતી. 7 ઓગસ્ટના રોજ કેન્દ્રીય બેંકે વર્ષ 2033માં પાકતા 10 વર્ષની અવધિના નવા બોન્ડ પણ જાહેર કરાયા છે.

LICનો ચોખ્ખો નફો અધધ...1299 ટકા ઉછળી રૂપિયા 9 હજાર કરોડને પાર