ભારતીય જીવન વિમા નિગમ (LIC)નો ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 1299 ટકા વધ્યો છે અને તે રૂપિયા 9 હજાર 543 કરોડ થયો છે. અગાઉના વર્ષની સમાન અવધિમાં તે રૂપિયા 682 કરોડ હતો.
30મી જુનના રોજ LICની કુલ નોન-પર્ફોમિંગ એસેટ (GNPA) 5.84 ટકા સામે 2.48 ટકા રહી છે. તેની ચોખ્ખી NPA શૂન્ય થઈ ગઈ છે.
રોકાણમાંથી થતી આવક પણ એપ્રિલ-જૂનમાં રૂપિયા 69,570 કરોડથી વધી રૂપિયા 90,309 કરોડ થઈ છે. કંપનીએ કુલ 32,16,301 પોલિસીનું વેચાણ કર્યું હતું. જે અગાઉની અવધિમાં 36,81,764 પોલિસી હતી.
ટિકિટ સાઈઝ મોડેલમાં ફેરફારો થવાને લીધે પોલિસીની સંખ્યામાં ઘટાડો થયો છે. LIC ટિકિટ સાઈઝ મોડેલમાં પરિવર્તન લાવવા તથા નફાકારત પરિબળોને લઈ કામ કરી રહી છે.