ટાટા ગ્રુપ સ્ટીલથી લઈ સોલ્ટ સુધી વિશાળ સામ્રાજ્ય ધરાવે છે. છેલ્લા બે દાયકામાં આ ગ્રુપે રોકાણકારોને ખૂબ જ સારું વળતર રળી આપ્યું છે.
ટાટા કેમિકલ્સના શેરની વાત કરીએ તો આ સેક્ટરના શેરોએ રોકાણકારોને છેલ્લા 20 વર્ષ દરમિયાન અસાધારણ વળતર આપ્યું છે. વર્તમાન સમયમાં આ શેરનો ભાવ રૂપિયા એક હજારને પાર છે.
છેલ્લા એક સપ્તાહમાં શેરના પર્ફોમન્સની વાત કરીએ તો છેલ્લા બાવન સપ્તાહમાં શેરની કિંમત નીચામાં રૂપિયા 773.35 જ્યારે ઊંચામાં રૂપિયા 1,214.90 બોલાયેલો છે.
ટાટા કેમિકલ્સના શેરોએ રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું. બે દાયકા અગાઉ શેરનો ભાવ 2003માં ફક્ત રૂપિયા 25 હતો, જે હવે વધીને રૂપિયા 1000ને પાર થઈ ગયો છે. આ અવધિમાં 2000 ટકાથી વધારે વળતર આપ્યું
ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં ટાટા કેમિકલ્સનો વાર્ષિક ધોરણે આવક 32 ટકા વધી રૂપિયા 4,148 કરોડ રહી. ચોખ્ખો નફો 21.42 ટકા વધી રૂપિયા 425 રહ્યો છે. અગાઉના નાણાકીય વર્ષની સમાન અવધિમાં રૂપિયા 350 કરોડ નફો હતો.