વીતેલા સપ્તાહ દરમિયાન બજાર મૂડીકરણમાં નોંધપાત્ર પ્રમાણમાં વધાર થયો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એમ-કેપમાં સૌથી વધારે વધારો થયો છે.
મોખરાની ચાર કંપનીના એમ-કેપમાં રૂપિયા 65,671.35 કરોડનો ઉમેરો થયો છે. RIL, TCS, HDFC બેંક, ICICI બેંક ઉપરાંત ઈન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર, ભારતી એરટેલ, ITCના બજાર મૂડીકરણમાં વધારો થયો છે.
RILનું બજાર મૂડીકરણ રૂપિયા 26,014.36 કરોડ વધીને રૂપિયા 16,19,907.39 કરોડ થયું છે. ત્યારબાદ HDFC બેંકનું બજાર મૂડીકરણ રૂપિયા 20,490.9 કરોડનો ઉમેરો થયો છે.
ભારતી એરટેલ પણ રૂપિયા 14,135.21 કરોડ વધીને રૂપિયા 5,46,720.84 કરોડ થયું છે. જ્યારે ICICI બેન્કનું એમકેપ રૂપિયા 5,030.88 કરોડ વધ્યું છે.