વીતેલા મહિનામાં એટલે કે ઓગસ્ટ દરમિયાન દેશમાં રોકાણકારોએ વ્યાપક પ્રમાણમાં ડિમેટ ખાતા ખોલાવ્યા છે. ઓગસ્ટમાં 19 મહિનામાં સૌથી વધારે નવા ડિમેટ ખાતા ખોલવામાં આવ્યા છે.
જાન્યુઆરી,2022 બાદથી ખાતા ખોલવાની સંખ્યામાં સૌથી વધારે વધારો થયો છે. કુલ ડિમેટ ટેલિ 12.66 કરોડને પાર થયો છે. તેના એક મહિના અગાઉ આ સંખ્યાથી 2.51 ટકા અને એક વર્ષ અગાઉ 25.83 ટકા વધારે છે.
બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીની વાત કરવામાં આવે તો વીતેલા મહિના એટલે કે ઓગસ્ટમાં આશરે 2.5 ટકા ઘટાડો થયેલો જોવા મળ્યો છે.
ઓગસ્ટમાં રોકાણકારોએઓ અંડરવેલ્યૂડ સ્ટોક્સ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં ભાગીદારી અને ટ્રેડિંગ વોલ્યુમમાં વધારો જોવા મળ્યો છે.