ક્રેડિટ કાર્ડ તમારી આર્થિક સ્થિતિને સારી બનાવી શકે છે અને બગાડી પણ શકે છે. તે તમારા દ્વારા વપરાશ તથા કાર્ડ બિલની ચુકવણી પર આધાર રાખે છે.
ક્રેડિટ કાર્ડની મર્યાદાથી વધારે ખર્ચ કરો છો તો ઓવર-લિમિટ પેનલ્ટી લાગે છે. મોટાભાગના ઈશ્યુઅર 2.5 ટકા પેનલ્ટી લાદે છે. લઘુત્તમ પેનલ્ટી રૂપિયા 500 છે. માટે મર્યાદાથી વધારે ખર્ચ ન કરશો.
અનેક કિસ્સામાં ક્રેડિટ કાર્ડના પૂરા બિલની રકમ ચુકવવામાં ન આવે તો બાકી રકમ 23 ટકાથી 49 ટકા વાર્ષિક વ્યાજ લાગી શકે છે. માટે સમયસર સંપૂર્ણ ચુકવણી કરવાનો આગ્રહ રાખો.
ક્રેડિટ કાર્ડ ઈશ્યુઅર ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન પર ફોરેન કરન્સી માર્ક-અપ ફી વસૂલ કરે છે. તે 1.99 ટકાથી 3.55 ટકા સુધી હોય છે. માટે કાર્ડધારકે આ અંગેના યોગ્ય નિયમોને ધ્યાનમાં રાખવા જોઈએ.