મધનો ઉપયોગ સ્કિનને સાફ કરવાની સાથે સાથે તેને મોઈશ્ચરાઈઝર પણ રાખે છે. મધને આખાં ચહેરા ઉપર લગાવો અને 15-20 મિનિટ પછી ગરમ પાણીથી ફેસ ધોઇ લો. આમ કરવાથી ચહેરાની સુંદરતામાં વધારો થશે.
એક ચમચી મધ, બે ચમચી નારિયળ તેલની સાથે સારી રીતે મિક્સ કરો. તેને સાફ ત્વચા પર લગાવો અને પાંચ મિનિટ માલિશ કરો. ત્યાર બાદ તેને હુંફાળા પાણીથી ચહેરાને ધોઇ લો. ચહેરા પરના ખુલ્લા છિદ્રોની સમસ્યા દૂર થશે.
મધમાં રહેલાં એન્ટિસેપ્ટિક અને એન્ટિ- ઇન્ફ્લેમેટરી ગુણ ચહેરાના ડાઘા દૂર કરવામાં મદદ કરે છે. આ સિવાય મધમાં ઘણાં એન્ટિ-ઓક્સિડેન્ટ પણ સામેલ હોય છે જે ત્વચાને સુધારીને યંગ રાખવામાં મદદ કરે છે.
મધમાં એન્ટિ-બેક્ટેરિયલ ગુણ પણ હોય છે, જે બેક્ટેરિયાનો સામનો કરીને ખીલની સમસ્યાને ખતમ કરે છે. મધને ખીલ ઉપર લગાવીને 15-20 મિનિટ સુધી રહેવા દો, ત્યાર બાદ હુંફાળા પાણીથી ચહેરો સાફ કરો. ખીલની સમસ્યા દૂર થશે.
મધને કાચા દૂધમાં મિક્સ કરીને રૂની મદદથી ચહેરા ઉપર લગાવો. 10 મિનિટ પછી પાણીથી ચહેરો ધોઇ લો. આમ કરવાથી તમારા ચહેરાને જરૂરી પોષણ મળશે અને કુદરતી નિખાર પણ જોવા મળશે.