વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્ર 6.5 ટકા દરથી વૃદ્ધિ પામશે
By Nileshkumar Zinzuwadiya2023-04-30, 17:11 ISTgujaratijagran.com
વૃદ્ધિનો વેગ
ક્રુડ ઓઈલની ઊંચી કિંમતો અને વધતી ભૂ-રાજકિય તણાવની સ્થિતિ વચ્ચે ભારતીય અર્થતંત્ર આશરે 6.5 ટકા દરથી વૃદ્ધિ પામશે.
આયોગના સભ્યનું શું કહેવું છે
નીતિ આયોગના સભ્ય અરવિંદ વિરમાનીએ કહ્યું છે કે અમેરિકા અને યુરોપના બેન્કિંગ સંકટની ભારતના આર્થિક ક્ષેત્ર પર અસર થશે. માટે વર્ષ 2023-24 માટે આર્થિક વૃદ્ધિ દરનો અંદાજ અડધો ટકા ઓછો આંકવામાં આવ્યો છે
ભારતીય અર્થતંત્ર
ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનું અર્થતંત્ર 6.5 ટકા દરથી વધશે. વિશ્વ બેંક અને એશિયા વિકાસ બેંકના અંદાજ પ્રમાણે ભારતીય અર્થતંત્ર 6.3 ટકાથી 6.4 ટકા દરથી વધશે.
IMFનો અંદાજ
IMFએ ભારતના આર્થિક વૃદ્ધિ દર અંગેનો તેનો અંદાજ 6.1થી ઘટાડીને 5.9 ટકા કરવામાં આવ્યો છે. ભારતે ફુગાવાને નીચે રાખવાનો લક્ષ્યાંક રાખવો જોઈએ. જોકે GDPની પણ કાળજી રાખવી જોઈએ.
ભારતના વિદેશી હૂંડિયમાણમાં થયો ઘટાડો, જાણો શું સ્થિતિ છે