જો તમે દરરોજ કસરત કરતા હોવ તો નારીયેળ પાણી તમારી માટે ઘણું ફાયદાકારક છે, કસરત પહેલા અને પછી નારીયેળ પાણી પીવાથી ઘણા લાભો મળે છે. આમાં મિનરલ્સ, ઈલેક્ટ્રોલાઈટ્સ અને એન્ટીઓક્સિડન્ટ રહેલા હોય છે જે તમને ઈન્સ્ટન્ય એનર્જી આપે છે.
જ્યુસ અને સોડા જેવા પીણાની સરખામણીમાં નારીયેળ પાણીમાં ઘણી ઓછી કેલરી રહેલી હોય છે જે તમને વજન ઘટાડવામાં મદદ કરે છે.
આમા રહેલું હાઈ મેંગેનીઝ કન્ટેન્ટ ઈન્સ્યુલીને સંવેદનશીલતા અને બ્લડ સુગરને કંટ્રોલ કરે છે.
નારીયેળ પાણીમાં ઊચ્ચ માત્રામાં મેગ્નેશિયમ રહેલું હોય છે જે પાચનમા મદદ કરે છે અને કબજીયાતમા રાહત આપે છે.
નારીયેળ પાણી કેલ્શિયમ, ફોસ્ફેટ, અને યુરીક એસિડના લેવલને ઘટાડી દે છે, જે પથરી કીડની સ્ટોનના નેચરલ રીમુવલ તરીકે કામ કરે છે.
નારીયેળ પાણીમાં રીબોફ્લેવીન, થીયામીન, નિયાસીન, વિટામીન સી અને પેથોજેનીક એસિડ રહેલું હોય છે જે એન્ટી ડીપ્રેશન ગુણો ધરાવે છે, જે તણાવ ઓછો કરવામાં મદદ કરે છે.
આમા રહેલા મિનરલ્સ, ઈલેક્ટ્રલાઈટ્સ અને એન્ટી ઓક્સીડન્ટ એ શરીરમાથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે અને શરીરને સાફ રાખે છે.
નારીયેળ પાણીમાં ઉચ્ચ પોટેશિયમ રહેલું હોય છે જે હાઈ બ્લડ પ્રેશરમાં મદદ કરે છે.
હેલ્થ સંબધિત આવી વધુ જાણકારી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ