સરકારે એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે ઘરઆંગણાના બજારમાં રિફાઈન્ડ ઈંધણનો પૂરતો પૂરવઠો ઉપલબ્ધ બને તે માટે સતત પ્રયત્નશીલ છે
પેટ્રોલની નિકાસના વાર્ષિક વોલ્યુમના 50 ટકા તથા ડીઝલની નિકાસના 30 ટકા ઘરેલુ બજારમાં વેચાણ સુનિશ્ચિત કરવા માટે રિફાઈનર્સને સરકારે આદેશ કર્યો છે
કેટલીક બિન-સરકારી કંપનીઓ ખાસ કરીને રશિયામાંથી ઈંધણની ખરીદી કરી અન્ય દેશોમાં પુનઃનિકાસ કરી રહી છે તે ભારતીય કંપનીઓને અસર થશે. રશિયા પાસેથી સીધા ખરીદી નહીં કરતા યુરોપિયન આયાતકારોને અસર થશે
સરકાર જાહેરક્ષેત્રની ઓઈલ કંપનીઓને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી કિંમતોથી ઈંધણનું ઘરેલું બજારમાં વેચાણ કરવા માટે ફરજ પાડી રહી છે, અને આ બાબતને વિશેષ અગ્રિમતા આપી રહી છે.