મચ્છર ભગાડવા કરો આ ઘરેલૂ ઉપાય, ક્યારેય ફરી આવશે નહીં


By Kishan Prajapati01, Apr 2023 07:10 PMgujaratijagran.com

ઉનાળાની ઋતુ

ઉનાળાની ઋતુમાં મચ્છર સૌથી વધુ હેરાન કરે છે. જેના લીધે ઘણી મુશ્કેલી આવે છે.

ઘરેલૂ ઉપાય

ઘરેલૂ ઉપાય કરવાથી મચ્છર ભાગી જાય છે અને પાછા આવતાં નથી.

લસણ

મચ્છરોને ભગાડવા માટે લસણનો ઉપયોગ કરી શકાય છે. લસણની બે-ચાર કળીને મસળીને એક ગ્લાસ પાણીમાં ઉકાળી લેવી. આ ઉકાળેલાં પાણીને ઘરના દરેક ખૂણામાં છાંટી દેવું.

ફુદીનાનું ઓઇલ

મચ્છરોને ફુદીનાની ગંધ પસંદ નથી. જેથી ફુદીનાના તેલને પણ ઘરમાં છાંટી શકાય છે. જો ફુદીનાના પાનને ઘરના કોઈ પણ ખૂણામાં રાખી શકાય છે.

લિમડાનું ઓઇલ

જો ઘરમાં મચ્છરોની સંખ્યા વધી રહી છે તો તમારે ઘરમાં લિમડાના તેલનો છંટકાવ કરવો જોઈએ. આવું કરવાથી શરીરના કેટલાક અંગ પર પણ લગાવી શકાય છે અને તેનાથી મચ્છર દૂર થશે.

સોયાબીનનું ઓઇલ

સોયાબીનના તેલથી સરળતાથી મચ્છરથી છૂટકારો મેળવી શકાય છે. જેમાં 5થી 7 રુના બોલને સોયાબીનને તેલ લગાવવું અને ઘરના ખૂણામાં તેને રાખી શકો છો.

કોફી સ્પ્રે

કોફી લોકોને ખૂબ જ પસંદ છે પણ મચ્છરોને તેની ગંધ બિલકુલ પસંદ નથી. એવામાં 1 બોટલમાં 1 ચમચી કોફી મિક્ષ કરી ઘરમાં સ્પ્રે કરી શકાય છે.

ભારતમાં કૃષિ ક્ષેત્રની નિકાસ નવી ઊંચી સપાટીએ પહોંચી