નાણાંકીય વર્ષ 2022-23 દરમિયાન કૃષિ ક્ષેત્રની નિકાસ 56-57 અબજ ડોલરની સપાટીએ પહોંચી ગઈ છે. અગાઉના વર્ષમાં 50 અબજ ડોલરની નિકાસ કરવામાં આવેલી
મોંઘવારીને નિયંત્રિત કરવા ઘઉં અને ચોખાની જેવા મહત્વના અનાજની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો, આ સ્થિતિમાં પણ ભારતની સિદ્ધિ ખાસ છે.
નાણાકીય વર્ષ 2022માં મોટા અનાજ જેવા કે ચોખા 9.65 અબજ ડોલર, ઘઉં 2.19 અબજ ડોલર અને અન્ય અનાજની નિકાસ 1.08 અબજ ડોલરની વિક્રમજનક સપાટીએ પહોંચી હતી.
નાણાંકીય વર્ષ 2022માં ઘઉંની નિકાસ 273 ટકા વધીને વિક્રમજનક સપાટીએ પહોંચી હતી, જે વર્ષ 20202-21ના 56.8 કરોડ ડોલરથી ચાર ગણી વધારે વર્ષ 2021-22માં 211.9 કરોડ હતી.