દેશની તિજોરી ફરી વિદેશી હૂંડિયામણથી છલકાઈ, ભંડારમાં આશરે 6 અબજ ડોલરનો વધારો થયો


By Nilesh Zinzuwadiya31, Mar 2023 10:11 PMgujaratijagran.com

વિદેશી હૂંડિયામણ વધીને 578.78 અબજ ડોલર થયું

24 માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી હૂંડિયામણ 5.977 અબજ ડોલર વધીને 578.78 અબજ ડોલર થયું છે. RBI દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

અગાઉના સપ્તાહે 12.8 અબજ ડોલર વધ્યું હતું

અગાઉના સપ્તાહમાં વિદેશી હૂંડિયામણ 12.8 અબજ ડોલર વધીને 572.80 અબજ ડોલર થયું હતું. ઓક્ટોબર,2021માં હૂંડિયામણ 645 અબજ ડોલરની વિક્રમજનક સપાટી પર હતું.

RBIએ આપી મહત્વની માહિતી

RBIના સાપ્તાહિક આંકડા પ્રમાણે કરન્સી રિઝર્વમાં વિદેશી ચલણ અસ્કયામતો 4.38 અબજ ડોલરથી વધીને 509.728 અબજ ડોલર રહી હતી.

IMFમાં રાખવામાં આવેલુ ભંડોળ પણ વધ્યું

આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF)માં રાખવામાં આવેલું દેશનું ભંડોળ પણ 2.7 કરોડ ડોલર વધીને 5.151 અબજ ડોલર થયું છે.

સરકારની નવી વિદેશ નીતિની જાહેરાત, સરકારે કરી જાહેરાત