સરકારે ખાંડ ક્ષેત્રને 17 ઓક્ટોબર સુધીમાં ખુલાસો કરવા આપી ચિમકી


By Nileshkumar Zinzuwadiya16, Oct 2023 04:36 PMgujaratijagran.com

મંત્રાલયની વેબસાઈટ પર

સરકારે ખાંડ કારોબારમાં સામેલ તમામ હિતધારકોને 17 ઓક્ટોબર સુધીમાં ખાદ્ય મંત્રાલયની વેબસાઈટ પર પોતાના સ્ટોકનો ખુલાસો કરવાની ચેતવણી આપી છે.

કડક કાર્યવાહી

સરકારે કહ્યું છે કે સ્ટોક જાહેર નહીં કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ખાદ્ય મંત્રાલયે 23 સપ્ટેમ્બરના રોજ એક આદેશ આપ્યો હતો, જેમાં ખાંડ સાથે સંકળાયેલા હિતધારકોને આ આદેશ આપ્યો હતો.

ખાંડના સ્ટોકને લગતું સંચાલન

મંત્રાલયે તાજેતરમાં જ ખાંડના વ્યાપાર અને સંગ્રહ સંબંધિત અનેક હિતધારકોને હજુ પણ ખાંડના સ્ટોકને લગતા સંચાલન વ્યવસ્થામાં નોંધણી કરાવેલ નથી.

ખાંડ અને વનસ્પતિ તેલ

ખાંડ અને વનસ્પતિ તેલ નિર્દેશાલયને વિવિધ માધ્યમોથી માહિતી મળી છે કે અનેક યુનિટો પાસે પૂરતા પ્રમાણમાં જાહેર નહીં કરાયેલ સ્ટોક છે.

જથ્થાબંધ ફુગાવાનો દર સતત છઠ્ઠા મહિને નેગેટિવ