એન્જીનિયરિંગ ક્ષેત્રના મોખરાની નિકાસ એન્જીનિયરિંગ એક્સપોર્ટ્સ પ્રમોશન કાઉન્સિલ (EEPC)એ જણાવ્યું છે કે દેશમાંથી એન્જીનિયરિંગ સામગ્રીની કુલ નિકાસ વૈશ્વિક મંદીને લીધે અસર પામી છે.
વર્ષ 2023માં એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન એન્જીનિયરિંગ સામાનની કુલ નિકાસ 4.55 ટકા ઘટી 44.62 અબજ ડોલર રહી છે.
વર્ષ 2022માં સમાન અવધિમાં 46.74 અબજ ડોલરની નિકાસ થઈ હતી. નાણાકીય વર્ષ 2023-24માં એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન રશિયામાં થતી એન્જીનિયરિંગ સામાનની નિકાસ 178 ટકા વધી 56.841 કરોડ ડોલર થઈ છે.
અમેરિકા અને યુરોપના દેશોમાં મુખ્ય વ્યાપારીક ભાગીદારી વૈશ્વિક મંદીની અસર થઈ છે. રશિયા-યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે, જ્યારે ચીનમાં મંદીનો સામનો કરવો પડી રહ્યો છે.