અમેરિકામાં ગંભીર બની બેન્કિંગ સેક્ટરની કટોકટી, વધુ એક બેંકને લાગ્યા તાળા


By Nilesh Zinzuwadiya13, Mar 2023 04:10 PMgujaratijagran.com

સિલિકોન વેલી બેંક બાદ હવે સિગ્નેચર બેંક

સિલિકોન વેલી બેંક બાદ હવે વધુ એક બેંકને તાળુ લાગ્યું છે. અને તેનું નામ છે સિગ્નેચર બેંક

ક્રિપ્ટો ફ્રેન્ડલી બેંક

ક્રિપ્ટો ફ્રેન્ડલી તરીકે ઓળખાતી સિગ્નેચર બેંક હંગામી ધોરણે બંધ કરવામાં આવી છે. આ બેંક પાસે ક્રિપ્ટો કરન્સીના શેર હતા.

સિગ્નેચર બેંક મોટા પ્રમાણમાં સંપત્તિ ધરાવતી હતી

સિગ્નેચર બેંકને ફેડરલ ડિપોઝીટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશને પોતાના નિયંત્રણમાં લીધા છે. ગયા વર્ષના અંતે 110.36 અબજ ડોલર સંપત્તિ હતી, જ્યારે બેંકમાં જમા રકમ 88.59 અબજ ડોલર હતી.

ક્રિપ્ટોકરન્સીમાં છે જંગી રોકાણ

SVB મોટા પ્રમાણમાં સ્ટાર્ટ-અપ્સમાં રોકાણની સ્થિતિ ધરાવતી હતી હતી ત્યારે સિગ્નેચર બેંક ક્રિપ્ટોકરન્સીમાં મોટા પ્રમાણમાં એક્સપોઝર ધરાવતી હોવાના અહેવાલ મળી રહ્યા છે.

શા માટે વધી રહી છે બેન્કો સામે સમસ્યા

બેંકોને સતત સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે ફેડરલ રિઝર્વ દ્વારા કડક નાણાં નીતિને અમલી બનાવેલી છે અને સતત ચાવીરૂપ વ્યાજ દરોમાં વધારો કરવામાં આવ્યો છે.

IPL પિચ પર ઉતરી બિસલેરી, ગુજરાત ટાઈટન્સ સહિત ત્રણ ટીમ સાથે થઈ ડીલ