દેશનું વિદેશી હૂંડિયાણ 15 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 86.7 કરોડ ડોલર ઘટી 593.037 અબજ ડોલર થયું છે.
8 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી હૂંડિયામણ 4.99 અબજ ઘટી 593.90 અબજ ડોલર રહ્યું હતુ.
આ અગાઉ ઓક્ટોબર 2021માં દેશનું વિદેશી હૂંડિયામણ 645 અબજ ડોલરની સર્વોચ્ચ સપાટીએ નોંધાયું હતું.
વૈશ્વિક ઘટનાક્રમને લીધે સર્જાયેલી દબાણની સ્થિતિમાં વિનિમય દરમાં ઘટાડો થયો હતો, 15 સપ્ટેમ્બરના રોજ ફોરેન કરન્સી એસેટ્સ 51.1 કરોડ ડોલર ઘટી 525.915 અબજ ડોલર રહ્યું છે.