દેશમાં વિદેશી હૂંડિયામણનો ભંડાર 12 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 3.55 અબજ ડોલર વધીને 599.52 અબજ ડોલર પહોંચ્યું છે.
વિદેશી હૂંડિયામણમાં સતત ત્રીજા સપ્તાહે વધારો નોંધાયો છે. તે જૂનની શરૂઆત બાદ ઉચ્ચતમ સપાટીએ છે.
ગયા સપ્તાહે વિદેશી હૂંડિયામણ 7.19 અબજ ડોલર વધી 595.97 અબજ ડોલર થયું હતું. ઓક્ટોબર,2021માં સૌથી વધુ 645 અબજ ડોલર હતું.
બીજી બાજુ રૂપિયાના મૂલ્યમાં પણ વ્યાપક વધઘટ જોવા મળે છે. શુક્રવારે ડોલર સામે રૂપિયો 82.66 પર બંધ થયો હતો.