તમે તમારા વાળના હિસાબે હાઈલાઈટના રંગની પસંદગી કરો. તમે રેડ, ડાર્ક બ્રાઉન અથવા હળવા રંગની પસંદગી કરી શકો છે. આજકાલ આજ કલરો ટ્રેન્ડમાં છે, જે તમને ક્લાસી લુક આપી શકે છે.
કલર બનાવવા માટે બાઈલમાં હેર કલર પાવડરને કાઢ્યા બાદ તેમાં ડેવલપર મિક્સ કરો. હવે તમે એક સ્પેચુલાની મદદથી 2 મિનિટ સુધી આ મિક્સ્ચરને મિક્સ કરો.
કલરને વાળ પર લગાવવા માટે તમે વાળના બે સેક્શન બનાવી લો, પછી વાળના ક્રાઉન એરિયાને અલગ કરો અને તેને કલરની મદદથી સારી રીતે પેક કરી લો
વાળને ધોવા માટે તમારે ડાયરેક્ટ શેમ્પુનો ઉપયોગ ના કરવો જોઈએ. કંડીશનરના ઉપયોગથી તમારા વાળ સિલ્કી અને શાઈની જોવા મળશે.
વાળને સૂરજના હાનિકારક કિરણોથી બચાવવા માટે કાયમ હેટ અથવા સ્કાર્ફનો ઉપયોગ કરો. જેથી વાળનો હેર કલર અથવા હાઈલાઈટનો કલર ફેડ થવાથી બચી જશે અને લાંબા સમય સુધી રહેશે.
કલર વાળા વાળને ધોવા માટે તમારે ફિલ્ટર પાણીનો જ ઉપયોગ કરવો જોઈએ, કારણ કે ગંદા પાણીમાં રહેલા ક્લોરિન અને અન્ય કેમિકલ્સ વાળને નુક્સાન પહોંચાડી શકે છે.
વાળ પર કલર કર્યા બાદ શરૂમાં તેલ ના લગાવવું જોઈએ, કારણ કે તેનાથી વાળનો લુક ખરાબ થઈ જશે.