નિષ્ણાતોના મતે 2000ની નોટ પાછી ખેંચવાથી અર્થતંત્ર પર પ્રત્યક્ષ અસર નહીં થાય


By Nileshkumar Zinzuwadiya20, May 2023 03:52 PMgujaratijagran.com

સીધી અસર નહીં

નિષ્ણાતોના મતે RBIએ રૂપિયા 2000ની નોટ પાછી ખેંચવાના નિર્ણયથી અર્થતંત્ર પર સીધી કોઈ અસર થશે નહીં

અરવિંદ પનગડિયા

નીતિ આયોગના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનગડિયાએ કહ્યું છે કે 2000ની ચલણી નોટ અંગે RBIએ જે નિર્ણય કર્યો છે તેની અર્થતંત્ર પર કોઈ સીધી અસર થશે નહીં.

ફક્ત 10.80 ટકા નોટ

રૂપિયા 2000ની નોટો અત્યારે પ્રજા પાસે છે તે કુલ રોકડના ફક્ત 10.80 ટકા છે. આ પૈકી મોટા ભાગની નોટોનો ઉપયોગ ગેરકાયદેસર વ્યવહારમાં થાય છે.

મૌદ્રિક નીતિ પર અસર નહીં

ભૂતપૂર્વ નાણાં સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે શનિવારે કહ્યું કે નોટો પાછી ખેંચવી તે કોઈ મોટી ઘટના નથી અને અર્થતંત્ર કે મૌદ્રિક નીતિ પર કોઈ અસર થશે નહીં

આકસ્મિક સ્થિતિ માટે વ્યવસ્થા

વર્ષ 2016માં વિમુદ્રીકરણના સમયે આકસ્મિક કારણોને લીધે ચલણની અછતને ખાળવા માટે બે હજારની નોટ વ્યવસ્થામાં લાવવામાં આવી હતી

માર્ગ નિર્માણમાં ભારતે અમેરિકા, ચીન અને જાપાનને પાછળ રાખ્યા