વિશ્વને પાછળ છોડી ભારતે આજે એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. 100 કલાકમાં 100 કિમી નિર્માણ કર્યું છે.
ભારતે ચીન, અમેરિકા અને જાપાનને પાછળ છોડી દીધા છે. ગાજિયાબાદ-અલીગઢ એક્સપ્રેસ વે પર 100 કલાકમાં 112 કિમી માર્ગ નિર્માણ કર્યું હતું.
100 કલાકમાં 100 કિમી માર્ગ તૈયાર કરવાનો નિર્ણય કર્યો હતો. 8-8 કલાક શિફ્ટમાં મજૂર અને એન્જીનિયર્સ દ્વારા કામ કરવામાં આવ્યું હતું.
ઓછામાં ઓછા 100 એન્જીનિયર્સ અને 250 શ્રમિકોએ કામ કર્યું હતું. ભીષણ ગરમી વચ્ચે પણ તેમણે આ સફળતા હાંસલ કરી હતી.
બીજી બાજુ ટ્રાફિક ચાલુ રાખવામાં આવ્યો હતો. શ્રમિકો અને એન્જીનિયર્સ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.