આમ તો કુકિંગ ઑઈલનો ઉપયોગ કરતાં સમયે લોકો મોટાભાગે કૉર્ન સ્ટાર્ચ યુઝ કરે છે, જો કે તે હેલ્ધી રીત નથી.
ફરીથી ઉપયોગ કરવા માટે કુકિંગ ઑઈલ ફિલ્ટર ખૂબ જ કામનું સાબિત થઈ શકે છે. તેલને ફરીથી ઉપયોગમાં લેતા પહેલા તેને 3-4 વાર ગાળી લેવું જોઈએ.
આ માટે તમે તસવીરમાં દર્શાવવામાં આવેલા ઑઈલ ફિલ્ટરનો ઉપયોગ કરી શકો છો. જે ખૂબ જ સરળતાથી ઑનલાઈન મળી રહે છે.
જો તમે બજારમાંથી કશું ખરીદવા ના માંગતા હોવ, તો ઘરે જ કુકિંગ ઑઈલને ફિલ્ટર કરો. આ માટે ત્રણ અલગ-અલગ પ્રોસેસ છે.
જેને તમે નોર્મલ ઝારાથી સાફ કરો. ખાવાના ચંક્સને તેનાથી નીકળી લો, આ કરવું જરૂરી છે.
તમે નોર્મલ પ્લાસ્ટિકની કે પછી સ્ટીલની ગળણીનો ઉપયોગ કરો. આવું કરવાથી તમારા તેલમાં રહેલા બારિક ખોરાકના કણ પણ નીકળી જશે.
આ તેલને રિફાઈનિંગ પ્રોસેસ હશે. આ માટે કૉફી ફિલ્ટર લો અને તેનાથી તેલને ગાળો. કૉફી ફિલ્ટર ખૂબ જ મોંઘા નથી આવતા અને અનેક દિવસો સુધી ચાલે છે.
ટિશ્યૂ અથવા કોઈ કોટનના કપડાને ગળણીની ઉપર રાખો અને પછી તેલ ગાળો. આમ ઘણો સમય લાગી શકે છે, આ માટે તમે તેને રાતભર એમ જ છોડી શકો છો.