દેશનું ફોરેક્સ રિઝર્વ 7.2 અબજ ડોલર વધીને 595.98 અબજ ડોલર પહોંચ્યું
By Nileshkumar Zinzuwadiya
2023-05-12, 22:40 IST
gujaratijagran.com
7 અબજ ડોલરનો ઉછાળો
દેશના ફોરેક્સ રિઝર્વમાં પાંચ મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 7.196 અબજ ડોલર વધીને 595.976 અબજ ડોલર થઈ ગયું છે.
ગયા સપ્તાહે હૂંડિયામણ ઘટેલુ
RBIએ રજૂ કરેલી માહિતી પ્રમાણે ગયા સપ્તાહે દેશનું કુલ ફોરેક્સ રિઝર્વ 4.532 અબડ ડોલર ઘટી 588.78 અબજ ડોલર હતું.
ઐતિહાસિક સપાટીએ પહોંચેલુ
ઓક્ટોબર,2021માં દેશનું વિદેશી હૂંડિયાણ ભંડાર 645 અબજ ડોલરની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું હતું.
વૈશ્વિક અસરને લીધે હૂંડિયામણ ઘટેલુ
વૈશ્વિકસ્તરે સર્જાયેલા અનેક ઘટનાક્રમને પગલે આર્થિક મોરચે આવેલા દબાણને લીધે રૂપિયાના ધોવાણને અટકાવવા બાદમાં હૂંડિયામણમાં ઘટાડો થયો હતો.
રૂપિયામાં નજીવો સુધારો
આજે ભારતીય રૂપિયો US ડોલર સામે નજીવો સુધરીને 8.165થી 81.94.50 રેન્જમાં રહ્યો હતો
એપ્રિલ મહિનામાં પેસેન્જર વ્હિકલનું જથ્થાબંધ વેચાણ 13 ટકા વધ્યું
Explore More