હ્યુન્ડાઈ અને તેની સહાયક બ્રાંડ જેનેસિસે કહ્યું છે કે કુલ પ્લગ-ઈન-વાહનનું વેચાણ 70 ટકા વધી 30, 364 યુનિટ્સ થયું છે.
કંપની ઝડપભેર વિકાસ પામી રહેલા પ્લગ-ઈન ઈલેક્ટ્રિક કારોનું વેચાણ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.
કંપનીએ 20,000 કરતાં વધારે યુનિટ્સનું વેચાણ કરી EV સેક્ટરમાં વેચાણની ગતિને જાળવી રાખી છે. પ્લગ-ઈન કારોના વેચાણમાં 66 ટકા વધારો નોંધાવ્યો છે.
હ્યુન્ડાઈએ ગયા મહિને BEVના 23,407 યુનિટનું વેચાણ નોંધાવ્યું છે, જે 71 ટકાનો વધારો દર્શાવે છે.