સસ્તું માર્કેટ


By Vanraj Dabhi14, Sep 2024 12:19 PMgujaratijagran.com

સ્માર્ટસિટી અમદાવાદ

અમદાવાદમાં ઘણા માર્કેટ આવેલા છે, જ્યાં તમને સસ્તા ભાવે વસ્તુઓ મળી રહે છે.

જીવન જરૂરી વસ્તુઓ

આજે અમે તમને અમદાવાદની એક એવી જગ્યા વિશે જણાવીશું જ્યાં તમને ઘર વખરીથી લઈ જીમ મશીન, કપડા તેમજ જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ મળી રહી છે.

કેટલી જગ્યાઓ છે

ઘણા લોકો સસ્તી વસ્તુઓ ખરીદવા માટે દૂર દૂરથી અમદાવાદી બજાર, લાલ દરવાજા, ભીડ ભંજન વગેરે જગ્યાએ જતા હોય છે.

વ્યાજબી ભાવે ખરીદી

સસ્તુ, સારું અને વ્યાજબી ભાવે કપડાની ખરીદી કરવા લોકો અહીં આવતા હોય છે.

વર્ષો જૂનુ માર્કેટ

અમદાવાદમાં છેલ્લા 20 કે 30 વર્ષથી આ માર્કેટ ભરાઈ છે.

લોકેશન

આ બજાર એલિશબ્રિજથી શરૂ થઇને જમાલપુર સુધી લંબાયેલું છે.

રવિવારી બજાર

અહીં તમે મશીનરીથી લઈ કપડા તેમજ ઘરમાં વપરાતી નાનામાં નાની વસ્તુઓની વ્યાજબી ભાવે ખરીદી કરી શકો છો.

સૌથી સસ્તુ માર્કેટ

આ માર્કેટમાં બેગ, કપડા, ચંપલ, ઘરવખરી, જીમ મશિન,એડવાન્સ કેમેરા, ટ્રાઇપોડ,મેકએપ બોક્સ, ચોપડા,ફર્નીચર, રસોડાનો સામાન વગેરે જેવી તમામ વસ્તુઓ સસ્તા ભાવે મળી રહેશે.

પાર્કિંગ-બંદોબસ્ત

આ માર્કેટમાં લોકોની ભારે ભીડ જામતી હોવાથી અહીં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને પાર્કિંગની પણ સુવિધા ઉપલબ્ધ છે.

માર્કેટનો સમય

આ માર્કેટ દર રવિવારે સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ચાલું રહે છે.

ગુજરી બજાર

અમદાવદાના આ સસ્તા માર્કેટને ગુજરી બજાર તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્યાં તમે લેડીસ, જેન્ટ્સ, ચિલ્ડ્રન વગેરે માટે કપડાં, ફર્નીચર, રસોડાની સામગ્રી મળી રહેશે.

Lemon For Hair: વાળમાં લીંબુ લગાવવાના ફાયદા