ગળાના કેન્સરના કારણે દુનિયામાં દર વર્ષે લાખો લોકો જીવ ગુમાવે છે. આ કેન્સરને વિસ્તારથી જાણો.
ગળાના કેન્સરમાં દર્દીને શ્વાસનળીમાં અસર થાય છે. દર્દીને અંગોમાં પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન નથી મળતું.
દર્દીને ગળાના ભાગમાં બદલાવ જોવા મળે છે. કાનમાં દુખાવો અને સાંભળવામાં પરેશાની અને ગળામાં ગાંઠ જેવું અનુભવાય છે.
દર્દીને અવાજમાં બદલાવ અને મોઢામાં અને જીભમાં સોજા જોવા મળે છે અને ગળવામાં મુશ્કેલી આવે છે.
વધુ પડતું દારૂનું સેવન, તમાકુનું સેવન અથવા ધૂમ્રપાન કરવાથી, પ્રદૂષિત હવામાં વધારે સમયે રહેવાના કારણે પણ ગળામાં કેન્સર થઇ શકે છે.
વિકીકરણ થેરપીના ઉપયોગથી કેન્સર કોશિકાઓને સમાપ્ત કરવા માટે ઊર્જા કિરણનો ઉપયોગ કરવામાં આવે છે.
આ સિવાય કીમોથેરપીનો ઉપયોગ પણ કેન્સર કોશિકાઓને ખતમ કરવા માટે થાય છે. આમાં અમૂક ડ્રગ્સનો ઉપયોગ કરવામાં આવે છે.
ગંભીર સમસ્યામાં ડોક્ટરે દર્દીની સર્જરી કરવી પડે છે. જો દર્દીનું ટ્યૂમર ઘણું જ નાનું છે, તો એન્ડોસ્કોપિકની મદદથી ઇલાજ કરવામાં આવે છે.