બદામ અને દૂધનું મિશ્રણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ કારણથી વૃદ્ધોએ હંમેશાં બદામવાળું દૂધ પીવું જોઇએ. જે હૃદય, મગજ અને હાડકાંને ફાયદારૂપ છે.
બદામને રાત્રે પલાળી, દૂધમાં ઉકાળીને પીવો. જો રોજ રાત્રે બદામ પલાળવાનો કંટાળો આવતો હોય તો, બદામનો પાવડર બનાવી રાખીલો, દૂધમાં પાવડર મિક્સ કરીને ઉકાળીને પીવો.
બદામમાં ગુડ કોલેસ્ટ્રોલ જેને એચડીએલ કહેવાય છે, તેને વધારવાની તાકાત હોય છે. આ બોડી કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. દૂધનું વિટામિટન ડી અને બદામની તાકાત મળીને હૃદયને મજબૂત બનાવે છે.
હાડકાંની મજબૂતી માટે પણ બે તત્ત્વ ખૂબ જ જરૂરી છે, એક કેલ્શિયમ અને બીજું વિટામિન ડી. બદામ અને દૂધના કોમ્બિનેશનમાં આ બંને તત્ત્વો રહેલા છે.
બદામમાં રાઇબોફ્લેવિન હોય છે. દૂધમાં રહેલું કેલ્શિયમ અને વિટામિન ડી બંને આંખો માટે ફાયદાકારક છે. બદામનું દૂધ પીવાથી મોતીયા જેવી સમસ્યાનો ખતરો ઓછો રહે છે.
બદામમાં ટ્રિપ્ટોફૈન નામનું કમ્પાઉન્ડ હોય છે. આ કમ્પાઉન્ડ સારી ઊંઘ લાવવામાં ફાયદારૂપ છે. રાત્રે બદામનું દૂધ પીવાથી ઊંઘ ન આવવાની સમસ્યા ખતમ થાય છે. મગજ સ્વસ્થ રહે છે.
બદામ અને દૂધના મિશ્રણમાં રોગ સામે લડવાની તાકાત રહેલી હોય છે. આમા ઘણાં એવા તત્ત્વ હોય છે જેમાં એન્ટિઓક્સિડેન્ટ રહેલું છે.