Health Tipes: મસાલા સ્વાદમાં વધારો કરવા ઉપરાંત તંદુરસ્તીનું જતન કરે છે. જાણો કેવ


By 09, Feb 2023 05:09 PMgujaratijagran.com

દાઝી જવાના સંજોગોમાં રાહત આપે છે મેથી

જો તમે દાઝી જાવ છો અને કંઈ પણ સૂઝતુ નથી તો રસોડામાંથી મેથીના દાણા લઈ તેને પીસી દો અને તેનો લેપ લગાવો.

મોઢામાં છાલાને દૂર કરે છે જાયફળ

મોઢામાં છાલા પડ્યા છે અને ભોજન લેવા-પાણી પીવામાં સતત તકલીફ પડી રહી છે તો અજમો અને જાયફળને પાણીમાં મિશ્રિત કરી કોગળા કરો.

ધૂમ્રપાનની ટેવ છોડાવશે વરિયાળી

તમે ધૂમ્રપાન છોડવા ઈચ્છો છો અને તે છોડી શકતા નથી તો વરિયાળીને ઘીમાં સેંકી દો અને તેનું સેવન કરો. તકલીફ દૂર થશે.

ઉલટીને દૂર કરશે લવિંગ

ઉલટી થઈ રહી છે, અથવા ઉબકા આવે છે. તો પાણીમાં લવિંગને ઉકાળ્યા બાદ પીવો, લાભ થશે

બાળક ઊંઘમાં પેશાબ કરે

જો તમારા ઘરમાં બાળક રાત્રે ઊંઘમાં પેશાબ કરી પથારી પલાડે છે તો એક ગ્રામ અજમો ઊંઘતી વખતે પાણી સાથે ખવડાવો.

પેટના દુઃખાવાને કહો અલવિદા

પેટમાં દુઃખાવો થઈ રહ્યો છે. તો નિરાશ ન થશો. તમે અજમામાં સ્વાદ પ્રમાણે મીઠું મિશ્રિત કરી પી લો. દુઃખાવામાં રાહત મળશે.

જૂના તાવને ગોળથી ભગાવો

તાવ જૂનો છે અથવા કેટલાક દિવસોથી તાવ આવી રહ્યો છે તથા આરામ મળતો નથી. તો જીરા સાથે ગોળનું સેવન કરો.

નેચરલ પિંક લિપ્સની સરળ ઘરેલુ ટિપ્સ