નેચરલ પિંક લિપ્સની સરળ ઘરેલુ ટિપ્સ


By Kishan Prajapati09, Feb 2023 04:54 PMgujaratijagran.com

પિંક લિપ્સ

નેચરલ પિંક લિપ્સ દરેકને પસંદ હોય છે. નેચરલ પિંક લિપ્સ રાખવા માટે આ ઘરેલૂ ટિપ્સ ફોલો કરો.

લિપ બામ

શિયાળામાં લિપ્સ ફાટે નહીં તે માટે સારી કંપનીનું લિપ બામ લગાવવું જોઈએ.

દૂધ અને હળદર

લિપ્સને પિંક બનાવવા માટે હળદર અને દૂધની પેસ્ટ બનાવીને લિપ્સ પર એપ્લાઇ કરવી અને થોડાક સમય પછી તેને ધોઈ નાખવા.

બીટનો ઉપયોગ

બીટનો ઉપયોગ કરવાથી તમે લિપ્સની સારવાર કરી શકો છો. બીટ, શિયા બટર અને જૈતૂન ઓઇલને મિક્સ કરી લિપ્સ પર લગાવવા જોઈએ.

ગુલાબથી પિંક

ગુલાબની પાંખડીઓને સૂકવી દેવી આ પછી તેને ક્રશ કરી નાંખવી. આ પછી તેમાં ગ્લિસરીન અને દૂધ મિક્ષ કરવું અને લિપ્સ પર લગાવવું.

મધ અને સાકર

લિપ્સને સ્વચ્છ રાખવાની સૌથી વધુ જરૂર છે. મધ અને સાકર લિપ્સ પર સ્ક્રબ કરવી. આ પછી લિપ્સ બામ લગાવવું.

દાડમના બી

દાડમના બીને સૂકવીને તેની પેસ્ટ બનાવવી અને પછી તેમાં ઠંડી મલાઈ મિક્ષવકરી લિપ્સ પર એપ્લાય કરવી.

લિપ્સનું ધ્યાન રાખવું

બહારની ધૂળ માટીથી લિપ્સ ડ્રાઇ થઈ જાય છે અને કાળી પડવા લાગે છે. તમારા લિપ્સને પિંક બનાવવા માટે આ ટિપ્સ ફોલો કરવી.

સમાચારથી સતત અપડેટ રહેવાં જોતાં રહો ગુજરાતી જાગરણ એપ.

આ છે બ્રેસ્ટ કેન્સરની શરૂઆતી 5 લક્ષણ