સફેદ શૂઝનો દેખાવમાં ઘણા આકર્ષક લાગે છે, પરંતુ તેને સાફ રાખવા માટે પણ મહેનત કરવી પડે છે. સફેદ શુઝ જો ગંદા થઈ જાય તો એનો દેખાવ બદલાઈ અને જુના દેખાવા લાગે છે. આ સ્ટોરીમાં આપણે તેને ચમકાવા માટે કેટલાક ઘરેલું ઉપાય જાણીશું જે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે
તમે સફેદ શુઝ સાફ કરવા માટે વિનેગર, બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો આનાથી ઝડપથી શુઝની ગંદકી સાફ થઈ જાય છે. ચાલો જાણી તેને ઉપયોગમાં કેવી રીતે લઈ શકાય છે
વિનેગર, બેકિંગ સોડા, સ્ક્રબિંગ બ્રશ, ગ્લાસ કપ, ગરમ પાણી, જૂનું ટૂથ બ્રશ
બે ભાગ વિનેગરમાં એક ભાગ બેકિંગ સોડા મિક્સ કરી તેમાં થોડું ગરમ પાણી ઉમેરો. હવે આ પેસ્ટને ટૂથબ્રશની મદદથી પગરખાં પર થોડીવાર ઘસો. જો પગરખાં ખૂબ જ ગંદા હોય, તો તેને રીપીટ કરતા રહો જ્યાં સુધી ગંદકી સાફ ન થઈ જાય. ત્યાર પછી તેને પાણીથી ધોઈ લો.
સફેદ શુઝ પર ટૂથપેસ્ટ લગાવી તેને લગભગ 15 મિનિટ સુધી રહેવા દો, પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો
સફેદ શુઝ પર ટૂથપેસ્ટ લગાવી તેને લગભગ 15 મિનિટ સુધી રહેવા દો, પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો
બેકિંગ સોડા અને લોન્ડ્રી ડિટર્જન્ટ લઈ તેની પેસ્ટ બનાવી લઈ તેમા થોડું પાણી ઉમેરો. હવે આ પેસ્ટ ને તમારા શુઝ પર લગાવી લો. તેને લગભગ 30 મિનિટ સુધી રહેવા દઈ પાણીથી ધોઈ લો