ઓરલ હાઇજીનના કારણે દાંતનો રંગ પીળો પડી શકે છે. જો તમારે દાંત મોતી જેવા ચમકાવવા છે તો આ સરળ ઉપાયો અપનાવો.
તમારા દાંત મોતી જેવા ચમકાવવા માગો છો તો રોજ સવારે બ્રશ કરતાં પહેલા ઓઇલ પુલિંગ કરો. એક ચમચી કોકોનટ ઓઇલે મોંઢામાં રાખીને કોગળા કરો.
લીંબુની છાલમાં બ્લિચિંગ રહેલું હોય છે, જે દાંનની પીળાશને દૂર કરે છે. આ માટે 2 મિનિટ સુધી લીંબુની છાલથી તમારા દાંતને સ્ક્રબ કરો.
વિટામિન સીથી ભરપૂર સ્ટ્રોબેરી તમારા દાંતને સફેદ બનાવી શકે છે. આ માટે સ્ટ્રોબેરી ખાવ અથવા તેના રસને દાંત પર લગાવો.
બેકિંગ સોડામાં પાણી અને મીઠું મિક્સ કરીને પેસ્ટ બનાવો. ત્યારે બાદ આ પેસ્ટને દાંત પર લગાવીને બ્રશની મદદથી દાંત પર ઘસો. આ પેસ્ટથી પીળાશ દૂર થશે.
ગુણોથી ભરપૂર લવિંગ દાંતનો દુખાવો તો દૂર કરે જ છે સાથે દુર્ગંધથી પણ છુટકારો અપાવે છે. આ માટે દાંતોની માલિશ લવિંગ તેલથી કરો અથવા ઓઇલ પુલિંગ કરો.
એન્ટિ બેક્ટેરિયલ એપ્પલ સાઇડર વિનેગર તમારી ઓરલ હેલ્થ માટે ફાયદાકારક છે. આ માટે એપ્પલ સાઇડર વિનેગરને પાણીમાં મિક્સ કરને તેના કોગાળા કરો.