કેટલીક વસ્તુઓને પલાળી ખાવાથી સ્વાસ્થ્યને લગતી સમસ્યા દૂર થાય છે. આવો જાણીએ આ પ્રકારના ખાદ્ય પદાર્થો વિશે.
કાળા ચણાને પલાળીને ખાવાતી પર્યાપ્ત માત્રામાં ફાયબર, પ્રાટીન અને હેલ્ધી ફેટ મળે છે, જે જીમ કરતાં લોકોમાં માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. પલાળે કાળા ચણાનું નિયમિત સેવન કરવાથી કમજોરી અને થાક દૂર થાય છે.
રાત્રે પલાળેલી બદામનું સેવન કરવાથી સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓ દૂર થાય છે. આ પ્રક્રિયા દ્વારા બદામના પોષકતત્ત્વો વધી જાય છે, જે શરીરની સાથે મસ્તિષ્કના વિકારોને દૂર કરવામાં પણ મદદ કરે છે.
અળસીના બીજ પલાળીને ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. અળસીના બીજને રાત્રે પલાળી રાખવાથી તેમા આયર્ન અને પ્રોટીનની માત્રા વધી જાય છે, જે એનીમિયા જેવી સમસ્યામાં ફાયદાકારક છે.
અંજીરમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા મિનરલ્સની સારી માત્રા હોય છે, જે શરીરમાં ફ્રી રેડિકલ્સને કારણે થતી સમસ્યાને ઘટાડવામાં મદદ કરે છે. આને પલાળીને ખાવાથી પોલીફેનોલ્સ એક્ટિવલી કામ કેર છે.
પલાળેલા અખરોટનું સેવન કરવાથી હાડકાની સાથે યાદશક્તિ પણ સુધરે છે. રોજ સવારે પલાળેલા અખરોટનું સેવન કરવાથી તમને હૃદયને લગતી સમસ્યાના જોખમથી બચી શકો છો.
મેથીના દાણા પલાળીને ખાવાથી ડાયાબિટીસના લક્ષણોને ઘટાડી શકાય છે. આ દાણામાં રહેલા પોષકતત્ત્વો ડાયાબિટસની સાથે ત્વચા અને વાળને લગતી ઘણી સમસ્યાઓ ઘટાડવામાં મદદ કરે છે.