દાંતનો દુખાવો ખૂબ જ દર્દનાક હોય છે. જોકે આ ઘણા કારણોસર થઈ શકે છે. પરંતુ જ્યારે આ દુખાવો વધે છે ત્યારે તે જડબા અને માથા સુધી પહોંચે છે. તેનાથી છુટકારો મેળવવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાય અપનાવી શકો છો. આવો જાણીએ.
જો તમે તમારા દાંતમાં હળવો દુખાવો અથવા કળતર અનુભવી રહ્યા છો તો લવિંગ ખૂબ ઉપયોગી થઈ શકે છે. આ માટે લવિંગને દાંતની નીચે દબાવીને રાખો.
જામફળના પાન ચાવવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે. કારણ કે જામફળના પાનમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ જોવા મળે છે.
દાંતના દુખાવાની જગ્યા પર ડુંગળીનો રસ લગાવવાથી ઘણી રાહત મળે છે. તેમાં હાજર એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ દાંતને બેક્ટેરિયાથી દૂર રાખવામાં મદદ કરે છે.
લસણમાં હાજર એન્ટી-બાયોટિક ગુણ દાંતના દુખાવામાં ખૂબ અસરકારક છે. તેના માટે લસણની કળીને પીસીને તેની પેસ્ટ બનાવો અને તેમાં મીઠું ઉમેરીને દુખાવાની જગ્યા પર લગાવો.
ઉપવાસ દરમિયાન ઉપયોગમાં લેવાતા સેંધા મનક દાંતના દુખાવામાં રાહત આપે છે. તેને હુંફાળા પાણીમાં ભેળવીને કોગળા કરવાથી ઘણી રાહત મળે છે.
દાંતના દુખાવાથી રાહત મેળવવા માટે એક ચમચી લીંબુના રસમાં બે ચપટી હિંગ મિક્સ કરો. તેને રું ની મદદથી દુખતી જગ્યા પર લગાવો. દાંતના દુખાવામાં તે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
એક ગ્લાસ ગરમ પાણીમાં અડધી ચમચી મીઠું મિક્સ કરો. આ પાણીને તમારા મોંમાં થોડીવાર રાખો અને તેનાથી કોગળા કરો. તેનાથી દુખાવામાં ઘણી રાહત મળશે.
આ વસ્તુઓનો ઉપયોગ કરતા પહેલા તમારે સ્વાસ્થ્ય નિષ્ણાતની સલાહ પણ લેવી જોઈએ, આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.