ગરમા ગરમ ચાના શોખીન છો? આ બિમારીના શિકાર બની શકો છો


By Kajal Chauhan01, Sep 2025 05:01 PMgujaratijagran.com

ગરમ ચા પીવાના નુકસાન

મોટાભાગના લોકો પોતાના દિવસની શરૂઆત ગરમા ગરમ ચાની ચૂસકીથી કરે છે. જોકે ગરમ ચાની આ આદત સ્વાસ્થ્યને 7 રીતે નુકસાન પહોંચાડી શકે છે.

ગળાની સમસ્યા

ખૂબ ગરમ ચા ગળાની નાજુક પટલને નુકસાન પહોંચાડી શકે છે, જેનાથી ખરાશ અને બળતરાની સમસ્યા વધે છે.

દાંતને નુકસાન

ચાની ગરમી અને તેમાં રહેલું ટેનિન દાંતના ઈનેમલને નબળો પાડી શકે છે. તેથી ચાને થોડી ઠંડી થાય ત્યારે જ પીવી જોઈએ.

એસિડિટી અને ગેસ

ગરમ ચા પેટમાં એસિડનું સ્તર વધારી દે છે, જેનાથી એસિડિટી અને ગેસની ફરિયાદ થઈ શકે છે.

કેન્સરનો ખતરો

સંશોધન મુજબ લાંબા સમય સુધી ખૂબ ગરમ પીણાં લેવાથી ગળા અને અન્નનળીના કેન્સરનો ખતરો વધી જાય છે.

મોઢાના ચાંદા

એકદમ ગરમ ચા વારંવાર પીવાથી મોઢાની અંદરની ત્વચા બળી શકે છે, જેનાથી ચાંદા પડવા લાગે છે.

પાચન સંબંધિત સમસ્યા

ખૂબ ગરમ ચા પીવાથી પેટની આંતરડાં પર અસર પડે છે, જેનાથી અપચો અને કબજિયાત થઈ શકે છે.

ઊંઘમાં ખલેલ

વધુ માત્રામાં ગરમ ચા પીવાથી નર્વસ સિસ્ટમ પર અસર પડે છે. આ સાથે ઊંઘની સમસ્યા પણ થઈ શકે છે. ચા ત્યારે જ ફાયદાકારક છે જ્યારે તેને યોગ્ય તાપમાન પર અને મર્યાદિત માત્રામાં પીવામાં આવે.

આ લોકોએ ભૂલથી પણ ન ખાવું જોઈએ આદુ, જાણો નુકસાન