5 મિનિટમાં ઘરે ઢાબા સ્ટાઈલમાં ચા કેવી રીતે બનાવવી, ચાલો જાણીએ


By Vanraj Dabhi21, Oct 2023 03:21 PMgujaratijagran.com

5 મિનિટમાં ઘરે ચા બનાવો

ભારતમાં લગભગ બધા લોકોને ઢાબા સ્ટાઈલની ચા પીવાનું ગમે છે. પરંતુ ઘણી વખત આપણે ઘરે બેસીને આ ચાનો આનંદ માણી શકતા નથી. તો આજે અમે તમને એક ખાસ રેસીપી જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે સરળતાથી 5 મિનિટમાં ઘરે ઢાબા જેવી જ ચા બનાવી શકો છો.

સામગ્રી

ચાની ભુક્કી, ખાંડ, પાણી, એલચી, આદુ, દૂધ વગેરે.

ચા બનાવવાની રીત

ઢાબા સ્ટાઈલની ચા બનાવવા માટે સૌ પ્રથમ એક તપેલીને ગેસ પર મૂકો પછી તેમાં ચા પત્તી અને ખાંડ નાખો.

ચા બનાવવાનું પ્રથમ સ્ટેપ

આ બંને વસ્તુઓને થોડીવાર પકાવો. ખાંડ ઓગળે ત્યાં સુધી આમ કરો. હવે તેમાં થોડું પાણી ઉમેરો.

ચા બનાવવા માટેનું બીજુ સ્ટેપ

પાણી નાખ્યા પછી તપેલીમાં એલચીનો ભૂકો અને થોડું આદુ નાખીને ચા પત્તીના મિશ્રણને હલાવતા રહો.

ચા બનાવવા માટેનું ત્રીજુ સ્ટેપ

હવે તેમાં જરૂર મુજબ દૂધ નાખો અને ચાને એકવાર સારી રીતે હલાવો અને પછી તેને ઢાંકણની મદદથી ઢાંકી દો.

ચા બનાવવા માટેનું ચોથું સ્ટેપ

ચાને ઓછામાં ઓછી 4-5 મિનિટ સુધી પકાવો. આ દરમિયાન એ વાતનું ધ્યાન રાખો કે તેમાં ચાની પત્તીનો બળી ન જાય.

ચા બનાવવા માટેનું પાંચમું સ્ટેપ

હવે ગેસ બંધ કરી દો આ પછી ઢાબા સ્ટાઈલ ચાને ગ્લાસ અથવા મગમાં નાખીને તેને ગરમાગરમ પીવો.

વાંચતા રહો

ચાની આ રેસીપી એકવાર અજમાવી જુઓ. રેસીપી ગમે તો શેર કરજો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

નવરાત્રીમાં આ 7 સ્ટાઇલિશ આઉટફિટ્સ પહેરો, તમને યુનિક લુક આપશે