નવરાત્રીમાં આ 7 સ્ટાઇલિશ આઉટફિટ્સ પહેરો, તમને યુનિક લુક આપશે


By Vanraj Dabhi21, Oct 2023 02:34 PMgujaratijagran.com

નવરાત્રી આઉટફિટ્સ

નવરાત્રીમાં ગરબા રમવાની મજા જ કંઈક અનેરી હોય છે. આ તકે વિવિધ સ્થળોએ ગરબા નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસને વધુ ખાસ બનાવવા માટે લોકો તેમના આઉટફિટ પર વધુ ધ્યાન આપે છે. આ માટે તમે ચણીયા ચોલી સિવાય અન્ય ડ્રેસ પસંદ કરી શકો છો.

પીળો લહેંગા

તમે નવરાત્રીમાં શક્તિ મોહનના આ આઉટફિટમાંથી પ્રેરણા લઈ શકો છો. શક્તિએ ડીપ નેક બ્લાઉઝ સાથે પીળો લહેંગા પહેર્યો છે.

મલ્ટી કલરવાળા લહેંગા

નવરાત્રી માટે મલ્ટી કલરવાળા લહેંગો લુક ખૂબ જ સારો રહેશે. તમે આ પ્રકારના લહેંગાને સ્ટાઇલિશ બ્લાઉઝ અને બન હેરસ્ટાઇલ સાથે કેરી કરી શકો છો.

બ્લેક એન્ડ વ્હાઇટ લહેંગા

નવરાત્રી માટે તમે બ્લેક એન્ડ વ્હાઇટ લહેંગા પણ પસંદ કરી શકો છો. આ લેહેંગા સાથે કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ તમારા લુકને વધુ સુંદર બનાવશે.

સ્ટાઇલિશ લુક

હિના ખાન જેવા સ્ટાઇલિશ અને યુનિક બ્લાઉઝ સાથે લહેંગા પહેરી શકો છો. આ પ્રકારનો લુક ગરબા માટે પરફેક્ટ રહેશે.

અનારકલી સૂટ લુક

ગરબા માટે તમે લાલ રંગનો અનારકલી સૂટ લુક પસંદ કરી શકો છો. આ સાથે બન હેરસ્ટાઇલ અને જ્વેલરી ખૂબ જ સુંદર લુક આપશે.

કુર્તી સાથે લહેંગા

લહેંગા સાથે કુર્તી લુક ખૂબ જ સુંદર લાગે છે. નવરાત્રીમાં તમે આ પ્રકારના આઉટફિટ પહેરી શકો છો.

ઓરેન્જ લહેંગા

જો તમે નવરાત્રીમાં અનોખો અને સુંદર લુક બનાવવા ઇચ્છો છો, તો તમે હિના ખાનના આ લહેંગા લૂકમાંથી પ્રેરણા લઈ શકો છો.

વાંચતા રહો

નવરાત્રી માટે તમે આ આઉટફિટ્સમાંથી પ્રેરણા લઈ શકો છો, આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

માત્ર 15 મિનિટમાં પનીરમાંથી અફઘાની કરી કેવી રીતે બનાવવી, નોધી લો આ સરળ રેસીપી