દેશમાં ચાનું ઉત્પાદન આ વર્ષે ઓક્ટોબરમાં 12.06 ટકા વધી 18.28 કરોડ કિલો થઈ છે. ગયા વર્ષે આ મહિનામાં તે 16.31 કરોડ કિલો થયું હતું.
ટી બોર્ડની માહિતી પ્રમાણે દેશમાં સૌથી વધારે ચા ઉત્પાદક રાજ્ય આસામમાં ઓક્ટોબરમાં 10.43 કરોડ કિલોથી વધારે ઉત્પાદન થયું છે.
દક્ષિણ ભારતમાં ઉત્પાદન નજીવા પ્રમાણમાં ઘટીને 1.88 કરોડ કિલો રહ્યું છે. એક વર્ષ અગાઉ વર્ષ 2022ના ઓક્ટોબર મહિનામાં તે 1.89 કરોડ કિલો રહ્યું હતું.
આંકડાકીય માહિતી પ્રમાણે ચાની સીટીસી જાતો ઉત્પાદન ઓક્ટોબર 2023માં 16.77 કરોડ કિલો રહ્યું, જ્યારે ઉત્તર અને દક્ષિણ ભારત બન્નેમાં પરંપરાગત રીતે ઉત્પાદિત ચાનું ઉત્પાદન 1.29 કરોડ કિલો હતું.