ભારતનું વિદેશી હૂંડિયામણ રિઝર્વ 24મી નવેમ્બરના રોજ સતત બીજા સપ્તાહે વધીને 597 અબજ ડોલરની છેલ્લા ત્રણ મહિનાની નજીકની સપાટીએ પહોંચી છે.
મધ્યસ્થ બેંક દ્વારા કરવામાં આવેલ સતત દરમિયાનગીરી તેમ જ ફોરેન એસેટના મૂલ્યમાં સુધારા કે ઘટાડા વચ્ચે ફોરેન કરન્સી એસેટ્સના મૂલ્યમાં ફેરફાર થયા હતા.
બીજી બાજુ યુએસ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય રૂપિયા 83.2250 થી રૂપિયા 83.38 વચ્ચે સાંકડી વધઘટ નોંધાવી હતી અને 0.1 ટકાના સુધારા સાથે 83.2875 પર સ્થિર રહ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ડોલર સામે રૂપિયાના મૂલ્યને ટકાવી રાખવા માટે સતત RBI દ્વારા દરમિયનગીરી કરવાની ફરજ પડતી હતી,જેને પગલે રિઝર્વમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.