નવા વર્ષથી મોંઘા થશે ટાટા મોટર્સના કોમર્શિયલ વ્હિકલ


By Nileshkumar Zinzuwadiya10, Dec 2023 05:31 PMgujaratijagran.com

1લી જાન્યુઆરીથી ત્રણ ટકા વધશે

ઘરેલુ વાહન ઉત્પાદક ટાટા મોટર્સના કોમર્શિયલ વાહનોની કિંમત 1લી જાન્યુઆરીથી ત્રણ ટકા વધી જશે. કંપનીએ રવિવારે આ માહિતી આપી હતી.

કોમર્શિયલ વાહનો

કંપનીએ એક નિવેદનમાં કહ્યું હતું કે કોમર્શિયલ વાહનોની કિંમત વધારવાનો નિર્ણય ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાની અસર ઓછી કરવા માટે લેવામાં આવ્યો છે.

મૂલ્ય-વૃદ્ધિ તમામ કોમર્શિયલ વાહનો પર લાગૂ

ટાટા મોટર્સે કહ્યું કે આ મૂલ્ય-વૃદ્ધિ તમામ કોમર્શિયલ વાહનો પર લાગૂ થશે. આ અગાઉ અન્ય કેટલીક કંપનીઓએ પણ તેમના ઉત્પાદનની કિંમતમાં વધારો કરવાની યોજના જાહેર કરી હતી.

અન્ય કંપનીઓ

મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હોન્ડા તથ ઓડી જેવી વાહન ઉત્પાદક કંપનીઓ પણ 1લી જાન્યુઆરીના રોજ ભાવ વધારો જાહેર કર્યો છે.

એપ્રિલ-ઓક્ટોબરમાં કોલસાની આયાત 4 ટકા ઘટી 14.8 કરોડ ટન