વર્તમાન નાણાકીય વર્ષ એપ્રિલ-ઓક્ટોબરમાં દેશમાં કોલસાની આયાત 4.2 ટકા ઘટી 14.81 કરોડ ટન રહ્યું છે. ગયા વર્ષની અવધિમાં તે 15.47 કરોડ ટન હતું.
કંપનીઓના ઈ-કોમર્સ મંચ એમજંક્સન સર્વિસિસ લિમિટેડની માહિતી પ્રમાણે એપ્રિ-ઓક્ટબર,2023માં નોન-કૂકિંગ કોલની આયાત 9.45 કરોડ ટન હતું, જે ગત વર્ષની સમાન અવધીમાં 10.44 કરોડ ટનથી ઓછું હતું.
નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ સાત મહિનામાં કૂકિંગ કોલની આયાત 3.37 કરોડ ટન હતુવં, જે એક વર્ષ અગાઉની અવધિમાં 3.27 કરોડ ટનથી થોડુ વધારે હતું.
ઓક્ટોબરમાં કોલસાની આયાત લગભગ 2.35 કરોડ ટન રહી, જ્યારે ગયા વર્ષના ઓક્ટોબરમાં તે 1.90 કરોડ ટન હતું. ઓક્ટોબરમાં નોન-કૂકિંગ કોલની આયાત 1.68 કરોડ ટન થયુ હતું.