વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ આઠ મહિના દરમિયાન વીજળીનો વપરાશ ગત વર્ષની તુલનામાં આશરે નવ ટકા વધી 1,099.90 અબજ યુનિટ થયું છે,જે આર્થિક વૃદ્ધિમાં વધારો થયો હોવાનું દર્શાવે છે.
એપ્રિલ નવેમ્બર 2022-23માં દેશમાં વીજળીનો વપરાશ 1,010.20 અબજ યુનિટ રહ્યું હતુ આ અગાઉ વર્ષ 2021-22ની અવધિમાં આ આંકડો 916.52 અબજ રહ્યો હતો.
વીજ મંત્રાલયના મતે ગરમીઓ દરમિયાન દેશમાં વીજળીની મહત્તમ માંગ 229 ગીગાવોટ સુધી પહોંચી જશે. જોકે કમૌસમી વરસાદ થવાને લીધે એપ્રિલ-જુલાઈમાં માંગ અંદાજીત લેવલ સુધી પહોચી ન હતી.
જોકે વીજળીની મહત્તમ માંગ જૂનમાં 224.1 ગીગાવોટના નવા શિખર પર પહોંચી હતી, જોકે જુલાઈમાં તે ઘટીને 209.03 ગીગાવોટ પહોંચી હતી. ઓગસ્ટમાં મહત્તમ માંગ 238.82 ગીગાવોટ સુધી પહોંચી હતી.