ઘણાં બાળકોને પનીર ખાવુ પસંદ નથી હોતું, પરંતુ આ હેલ્થ માટે ખૂબ જ સારું છે. જો તમે તમારા બાળકને પનીર ખવડાવવા માગો છો તો તેની ટેસ્ટી વાનગીઓ તૈયાર કરી શકો છો.
તમે બાળકો માટે પનીર પુલાવ બનાવી શકો છો. આને તમે લંચમાં પેક કરીને આપી શકો છો.
તમે બાળકોને બ્રેકફાસ્ટમાં પનીરના ચીઝ બોલ્સ આપી શકો છો. આને તમે રેડ અથવા ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
જો તમારું બાળક પનીરનું શાક પસંદ નથી કરતાં તો, સ્નેક્સ તરીકે તેમને ગમતું શાક પનીરમાં મિક્સ કરીને તેની ભુર્જી તૈયાર કરી શકો છો.
બાળકોને ઝંક ફૂડ ખૂબ જ પસંદ હોય છે. તેમને માટે ઘરે જ પનીર પફ બનાવો. બાળકોને ખૂબ જ ભાવશે.
જો તમારા બાળકોને પાસ્તા પસંદ છે, તો તે જ પાસ્તામાં વેજિટટેબલ્સની સાથે પનીલ મિક્સ કરો, બાળકોને મજા પડી જશે.
પનીર કટલેસ પણ ખૂબ જ ટેસ્ટી હોય છે. આમાં રહેલી પનીરની ટેસ્ટી સ્ટફિંગ બાળકોને ખૂબ જ પસંદ આવે છે.
પનીરમાં મસાલા એડ કરીને સારી રીતે ફ્રાય કરો. આના સ્ટફિંગથી રોલ બનાવીને બ્રેકફાસ્ટમાં બાળકોને આપો.